દિયોદરના લીલાધર ગામે સગીરા યુવકને શરણે ન થતા ચપ્પા વડે હુમલો કર્યાના આક્ષેપ થયા હતા.
મહેશ દેવીપૂજક નામના શખ્સએ સગીરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને સગીરાએ લગ્ન કરવાની ના કહેતા ચપ્પુના ઘા ઝીંક્યાં હોવાના આક્ષેપ કર્યા હતા.
સગીરાનો પરિવાર મજૂરીએ ગયો અને સગીરાની એકલતાનો લાભ ઉઠાવી મહેશ અને તેના ભાઈ સુરેશ દેવીપૂજકે ઘટનાને અંજામ આપ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે દિયોદર રેફરલ ખાતે ખસેડાઈ હતી
ઘટનાને લઈ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા હાથ ધરવામાં આવી હતી
અહેવાલ શ્રી વી.કે.ડાભાની