આજ રોજ તા 04/02/22 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નગરાળા તથા જે.પી.ઘાનકા શૈક્ષણિક સંકુલ ના સંયુક્ત રીતે સ્પર્શ લેપ્રસી જનજાગૃતિ અભિયાન-2022 અંતર્ગત શાળા સંકુલમાં જિલ્લા રક્તપિત્ત અધિકારી શ્રી ડૉ.આર.ડી.પહાડિયા સાહેબ,મેડિકલ ઓફિસરશ્રી ડૉ નરેશ મોરી, તથા ડૉ હીના અગ્રવાલ અન્ય સ્ટાફગણ સાથે સાથે સરપંચશ્રી રમણભાઇ,ઉપ સરપંચશ્રી જગદીશભાઈ તથા સંકુલના આચાર્યશ્રી સુથાર કમલેશભાઈ તથા સંકુલના સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા.
આ ક્રાયક્રમમાં લેપ્રસી રોગના જનજાગૃતિના ભાગરૂપે ભવાઈ,નાટક, તથા ફિલ્મી વિડિઓ દ્વારા રોગ વિશે સમજણ આપવામાં આવી હતી.જેમાં સપ્તધારા ની તાલીમ લીધેલા સાધકો દ્વારા નાટક ની પ્રતિકૃતિ રૂપે લેપ્રસી રોગ વિશે સમજણ આપતો સંદેશો આપ્યો હતો.જે નાટકમાં શ્રી કેતુલ પંચાલ. શ્રી કલ્પેશ પટેલ, શ્રી ઉસ્તવ બારોટ, શ્રી ધાર્મિક બારોટ,શ્રી રમેશ કકોટા,શ્રી સોલંકી જીજ્ઞેશ,શ્રી સોલંકી સુરેશ,શ્રી પરમાર આશિષ,ચૌહાણ કમલેશ,ડામોર હેમલ,સતીશ પરમાર, એ નાટક માં અલગ-અલગ રોલ કરી ને સંદેશો આપ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ શ્રી ડૉ આર.ડી.પહાડિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ