દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી મિલિંદ બાપનાએ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ રાજસ્થાનનાં ઉદયપુરના વતની છે. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ બેગ્લોર ખાતેથી બિઝનેશ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને વર્ષ ૨૦૧૭ માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે.
૦૦૦