દાહોદ જિલ્લા ભાજપની કારોબારી માનગઢ હિલ ખાતે યોજાઇ

0
5

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
9998619480

ડો. બાબા સાહેબ આંબેડકર નું સ્વપ્ન ભાજપ ની સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે.

આદીવાસી સમાજ ની મહિલા ભારતદેશ ની રાષ્ટ્રપતિ બને તે બાબા સાહેબ નું સ્વપ્ન હતું.

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માનગઢ હિલ ખાતે એક ભવ્ય કારોબારી નું આયોજન કરાયું હતું. પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રભારી રાજેશ પાઠક, હંસાકુવરબા રાજ , સાંસદ જસવંતસિંહ ભાભોર , ગુજરાત વિધાન સભાના દંડક રમેશભાઈ કટારા , જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા , જિલ્લા પંચાયત પક્ષ ના નેતા કરણસિંહ ડામોર, જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા, કનૈયા કિશોરી, તથા પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમાં શરૂઆતમાં દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખે બેઠક ની શરૂઆત વંદે માતરમ્ ગાન સાથે શરૂ કરવી હતી અને તેઓ એ જણાવ્યું હતું કે નવ જુલાઈ એ સુરતમાં જે પ્રદેશ કારોબારી યોજાઇ હતી જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ ૧૮૨ સિટો જીતવાની રણનીતિ ની ચર્ચા કરી હતી અને તે કેવી રીતે જીતી શકાય તેની રણનીતિની ચર્ચા કારોબારીમાં કરી હતી અને એ આધારે આપડે આપડા જિલ્લાની ” છ ” સીટો જીતવાની છે અને તે માટે આપડે આપડા બુથ ઉપર સો ટકા મતદાન કરાવવાનું છે કારણ કે આ ચૂંટણી આપડે જીતીશું તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આપડે નરેન્દ્રભાઈ મોદી ને વધારે મજબૂત બનાવી અને ખૂબ રીતે જીતાડી શકીશું.
વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા એ હાલ માં ગુજરાત માં ચાલી રહેલા વંદે ગુજરાત કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. ભાજપ સરકાર નો વિકાસ ગામે ગામ થયો છે. અને જેની વિકાસ ગાથા રથ યાત્રા ગામે ગામ ફરી રહી છે. જેમાં પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિકાસ કામો ની ચર્ચાઓ કરે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી ભાર્ગવ ભટ્ટ એ કહ્યું હતું કે દાહોદ જિલ્લાએ જે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ કાર્ય પછી દાહોદ છવાઈ ગયું છે કારણકે ત્યાર પછી ના દરેક કાર્યક્રમ દાહોદ જેવા હોવા જોઈએ તેવી ચર્ચાઓ થવાની શરૂ થઈ ગઈ છે ત્યારે આપડે જ્યારે દાહોદની તમામ વિધાન સભા જીતવાની વાત કરીએ છીએ ત્યારે આપડે બુથ મજબૂત કરવું પડશે અને તેના થકી શક્તિ કેન્દ્ર અને જિલ્લા સીટ આમ આ રીતે બધાજ આપડે સાથે મળી ને આ કાર્ય શૈલીથી મજુબ કામ કરીશું તો આપડે દાહોદ ની સીટો આરામથી જીતીશું એટલુજ નહિ આપડે આપડે પડોસી રાજ્ય રાજસ્થાન અને આપડે જેવો આદિવાસી જિલ્લો છત્તીસગઢ આ બે રાજ્યો કોંગ્રેસ મુક્ત કરવાના છે . અને દાહોદ ની ‘ છ ‘ સીટો જીતવાની વાત એટલે કરી રહ્યો છું કેમકે કે આદિવાસી વસ્તી બાહુલ્ય ધરાવતો આ જિલ્લો દાહોદ તમામ સીટો જીત્યો છે જે રાજ્યમાં અને દેશ માટે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની જશે.
દાહોદના પ્રભારી હંસાકુવરબા એ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ આપેલ નવ મુદ્દાઓ જેવાકે ઋષિ પરંપરા , સંસ્કૃતિ વગેરે ઉપર દેશ અને નીતિઓ આધારિત છે.આ કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ ગુજરાત રાજ્યના માજી મંત્રી બચુભાઇ ખાબડ એ મૂક્યો હતો અને આર્થિક અને ગરીબ કલ્યાણ વિષય ઉપર જસવંતસિંહ ભાભોર એ માહિતી આપી હતી
દાહોદ જિલ્લાના અપેક્ષીત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.આભાર વિધિ કનૈયાલાલ કિશોરીએ કરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here