દાહોદ જિલ્લામાં 260 થી વધુ અનાથ બાળકોને પણ કોરોનાની રસી મુકાઈ તેંની ખરાઈ કરવા CWC ચેરમેન નરેન્દ્ર સોનીનું સૂચન

0
5

દાહોદ
તરુણોનું રસીકરણ

50 જેટલા બાળકોએ કોરોના કાળમાં માતા,પિતા અથવા માતા પિતા બંન્નેનુ છત્ર ગુમાવ્યુ છે.
215 જેટલા અન્ય અનાથ બાળકોને પણ રસીકરણ કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં તરુણોને કોરોનાની રસી મુકવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.ત્યારે કોરોનામાં અનાથ થયેલા તેમજ અન્ય અનાથ બાળકોને પણ રસી મુકવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.સંબંધિત શાળામાં જ રસી મુકી દેવાય અને તેવા બાળકો કોઇ પણ સંજોગોમાં રસીથી વંચિત ન રહી જાય તેના માટે સુચના આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કેટલાયે લોકોએ જીવ ગુમાવ્યા હતા.તેમાં ઘણાં બાળકોએ માતા, પિતા અથવા તે માતા પિતા બંન્નેના છત્ર ગુમાવી દેતા એક સમયે તેેઓ અનાથ થઇ ગયા હતા.આવા 177 બાળકો શોધી કાઢીને તેમને મુખ્યમંત્રી સહાય યોજનાના લાભ જે તે સમયે ચાઇલ્ડ વેલફેર કમિટીના માધ્યમથી આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત જિલ્લામાં 723 જેટલા અન્ય અનાથ બાળકો પણ હયાત છે અને તેમને પણ સરકારી યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે.
બીજી તરફ હાલ 15 થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી મુકવાની કામગીરી શરુ થઇ ગઇ છે.ત્યારે કોરનામાં માતા, પિતા અથવા બંન્ને ગુમાવ્યા હોય તેવા 15 થી 18 વર્ષના 50 જેટલા બાળકો છે તેમજ આશરે 215 જેટલા અન્ય અનાથ બાળકો છે.આ તમામ બાળકો તેમના પાલકો પાસે રહે છે અને તેઓ તમામ તેમના વિસ્તારની વિવિધ શાળાઓમાં હાલ પણ અભ્યાસ કરતા હોોવાની સત્તાવાર માહિતી બાળ સુરક્ષા કચેરીમાંથી મળી છે.આવા બાળકોને પણ કોરોનાની રસી મુકી દેવામાં આવે અને માતા પિતાના અભાવે તેઓ રસીથી વંચિત ન રહી જાય તેના માટે ખાસ વ્યવસ્થા કરવા ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન નરેન્દ્ર સોનીએ સુચના આપી છે.જો બાળક શાળાએ ઉપલબ્દ ન હોય તો તેને શોધી કાઢીને રસીકરણ કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યુ છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here