દાહોદ, તા. ૨૯ : દાહોદ જિલ્લા ન્યાયાલય અને તાલુકા કક્ષાની અદાલતોમાં આગામી તા. ૧૧ ડિસેમ્બરનાં રોજ નેશનલ લોક અદાલત યોજાશે. જેમાં ચેરમેન એન્ડ પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને અને તાલુકા કક્ષાએ દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં આગામી તા. ૧૧ ડિસેમ્બર શનિવારના રોજ સવારના ૧૦.૩૦ વાગેથી નેશનલ લોક અદાલત યોજાશે. આ લોકઅદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોકઅદાલતમાં તમામ પ્રકારનાં સમાધાનપાત્ર કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વકીલશ્રીઓને તથા નાગરિકોને અપીલ કરાઇ છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ