દાહોદ જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો માટે “વિધાર્થી કાર્યપોથી (FLN બૂક)”નું વિમોચન કરવામા આવ્યું.

0
13
    દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમા પાયાનું વાંચન લેખન અને ગણન સ્કીલનો વિકાસ થાય અને બાળકો પાયાના શિક્ષણથી વાકેફ થાય તે માટે જિલ્લાના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ વિધાર્થી કાર્યપોથીનું વિમોચન આજરોજ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા , જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર (IAS), ઉપપ્રમુખશ્રી સરતનભાઈ ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પ્રફુલભાઈ ડામોર, શ્રી લલિતભાઈ ભુરીયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. અક્ષરજ્ઞાન અને અંક્જ્ઞાન એ શિક્ષણના પાયાના પગથિયા છે અને આ પગથિયા સર કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી મયુર એસ પારેખ ના પ્રેરક માર્ગદર્શન હેઠળ ધોરણ ૧ અને ૨ , ધોરણ ૩,૪,૫, અને ધોરણ ૬,૭,૮માટે અલગ અલગ વિષયવસ્તુને સમાવીને આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. આ વિધાર્થી કાર્યપોથી ને જિલ્લાના બાળકો સુધી લોકભાગીદારીથી હાર્ડકોપી તૈયાર કરી મોકલાવાનું સુચારુ આયોજન જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જિલ્લાના મહત્તમ બાળકોને  આ વિધાર્થી કાર્યપોથીનો ઉપયોગ કરી પાયાની અધ્યયન નિષ્પતિ પ્રાપ્ત કારવામાં મદદરૂપ બનશે.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here