મહિલા ઉમેદવાર સામે વાંધા અરજી રજૂ કરતાં તપાસ ફોર્મ રદ કરાયું હતું જેમાં તપાસમાં શૌચાલય ધારાધોરણ પ્રમાણે ન હોવાથી અને ઉપયોગમાં ન લેવાતું હોવાથી પુરવાર થયું હતું
દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થય ગયો છે કે ત્યાં કેટલાંય ઉમેદવારોનાં ફોર્મ વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યા છે. જેમાં ઝાલોદ ના રળિયાતી ગુર્જર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવારનું ફોર્મ તેનાં ઘરમાં શૌચાલય ના હોવાના કારણે રદ કરવામાં આવ્યું છે આ ધટના સમગ્ર જિલ્લામાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં કુલ ૩૫૧ ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજવાની હતી. તેમાંથી ૨૪ પંચાયત જેટલી સમરસ જાહેર કરાયા હતા ત્યારે હવે ૩૨૭ ગ્રામ પંચાયત ચૂંટણી યોજાશે જેમાં સરપંચ પદે ૧૧૯૫ અને વોર્ડ સભ્ય માટે કુલ ૬૬૨૧ જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં ઝાલોદ તાલુકાના રળિયાતી ગુર્જર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવારનું ફોર્મ રદ થવાનું રસપ્રદ કારણ જાણવા મળ્યું છે આ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે આદિજાતિ મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી તેમની સામે સામે એક વાંધા અરજી રજૂ થઈ હતી અને તેમાં જણાવાયું હતું કે આ મહિલા ઉમેદવારના ઘરમાં શૌચાલય બનાવેલું ના હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે જેથી સરપંચ પદના મહિલા ઉમેદવારના નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્યાર બાદ ઉમેદવારે જિલ્લા ચૂંટણી શાખાનું પણ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં આ અંગે રળિયાતી ગુર્જર ગ્રામ પંચાયતની ચૂંટણી અધિકારી સોનલબેન પરમારે જણાવ્યું હતું કે મહિલા ઉમેદવારના ઘરમાં શૌચાલય ના હોવાના કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું
રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ