દાહોદ જિલ્લાના ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલ વડબારા પ્રાથમિક શાળામાં કુલ ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં તમામ વિદ્યાર્થીઓ બાળકો આદિવાસી વિસ્તારમાંથી અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે વડબારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યશ્રી કુશળભાઈ બામણ જોડે શ્રીમતી રંજનબેન શર્મા દ્વારા વિદ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મ વિતરણ માટે ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ આ પ્રયાસમાં રંજનબેન શર્મા દ્વારા તેમના પોતાના ૪૩.૦૦૦ હજાર રૂપિયા ના ખર્ચ કરી ૧ ધોરણ થી લઈને ૫ ધોરણ સુધી ના વિદ્યાર્થી નાના બાળકોને સ્કુલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં વડબારા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી . મુકેશભાઈ રત્નાભાઈ , અધ્યક્ષ શ્રી એસ.એમ.સી., સી.આર.સી.કો.ઓ. પંકજભાઈ બામણ , શાળાના તમામ શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ , વાલિયો ઉપસ્થિતિમાં સ્કુલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ