દારૂના નશામાં ધૂત ટ્રક ડ્રાયવરે ટ્રક ઝાડ સાથે ભટકાવી

0
10

ઇડર ના ગંભીરપુરા ઘાંટી રોડ નજીક દારૂ પીધેલી હાલતમાં ટ્રક ચાલક દ્વારા ટ્રક ઝાડ સાથે ટકરાવી હતી.ઇડર પોલીસે ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી..

ઇડર ના ગંભીરપુરા ઘાંટી રોડ નજીક તા ૨૨-૧-૨૨ ના રોજ એક ટ્રક નંબર GJ 16 AV 1495 નો ચાલક પોકરરામ ભીખારા મેઘવાલ રાજસ્થાન એ દારૂ પીધેલી હાલતમાં પોતાના કબ્જાની ટ્રક ભીલોડા ત્રણ રસ્તા્ રોડ તરફથી અંબાજી રોડ ઉપર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી લાવી ગંભીરપુરા ઘાંટી રોડ નજીક લિમડાના ઝાડની સાથે ભટકાડી હતી. જેને લઈ મોટી જાણ હાની ટળી હતી. જોકે ચાલકને શરીરે થોડી ઘણી ઇજાઓ થઈ હતી.પરંતુ ચાલક દારૂના નશામાં હોઈ વાહન હંકારતા ઇડર પોલીસે ટ્રક ચાલકને ૧૦ લાખની ટ્રક સાથે પકડી ટ્રક ચાલક પોકરરામ ભીખારામ મેઘવાલ વિરુદ્ધ દારૂના નશામાં અકસ્માત સર્જવા બાબતે ગુન્હો નોધી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here