દશેરાના દિવસે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં યદુવંશીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

0
6

તારીખ:૧૫.૧૦.૨૧
સ્થળ:જસદણ

દશેરાના દિવસે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન શ્રીકૃષ્ણના વંશજ ક્ષત્રિય આહીર સમાજના યુવાનો,વડીલો દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું,વિશેષમાં ક્ષત્રિય યદુવીરોએ ક્ષત્રિય પરંપરા મુજબ શસ્ત્રપૂજનનું મહત્વ જણાવતા કહ્યું હતું કે શસ્ત્રપૂજન એટલે માત્ર શસ્ત્રનું પૂજન કરવા પૂરતુંજ સીમિત નથી,પણ ઇતિહાસમાં યદુવંશી ક્ષત્રિયોએ દેશ માટે અને માતૃભુમી માટે,સત્ય માટે અને સત્ય સાથે રહીને દેશના રક્ષણ માટે લાખો બલિદાનો આપી દેશનું રક્ષણ કર્યું છે ત્યારે આ પરંપરાને જાળવી રાખવા તેમજ હંમેશા માતૃભૂમિની રક્ષા માટે સજ્જ રહેવું એજ એક સાચા ક્ષત્રિય આહીરની ઓળખ છે.માતૃભૂમિની રક્ષા હોઈ કે પછી સત્ય માટે સંઘર્ષ કરવાનો હોઈ કે આશરે આવેલાનું રક્ષણ કરવાનું હોઇ ક્ષત્રિય આહીર સમાજ હંમેશા જ્ઞાતિ-જાતીના ભેદભાવ રાખ્યા વગર પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવતો આવ્યો છે અને નિભાવતો રહેશે.
વિશેષમાં યદુવીરોએ જણાવ્યું હતું કે આહીરોના પૂર્વજ ભગવાન શ્રી કૃષ્ણએ નારી રક્ષાનું ઉદાહરણ આપ્યું તે મહાભારતનો પ્રસંગ આપણા સૌ માટે જાણીતો છે અને સૌથી પરાક્રમી યોદ્ધાઓની સેના પણ અમારા પૂર્વજ શ્રી કૃષ્ણ દ્વારા બનાવવામાં આવી હતી જેનું નામ હતું નારાયણી સેના,અને શ્રી કૃષ્ણનું જીવન અમારા માટે પ્રેરણારૂપ હતું,છે અને રહેશે.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here