કોન્ટ્રાક્ટ ની બેદરકારી થી અવરજવર કરતા ખેડૂતો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો
છેલ્લાં 6 મહિના થી આડેધડ નાખેલા કાપચા માંથી પસાર થવા ગ્રામજનો બન્યા મજબુર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર ગામમાં કોન્ટ્રાક્ટર ની બેદરકારી સામે આવી છે ત્યારે અહીં તાજપુર થી મોહનપુર છાપરા સુધી કાચા રસ્તા માં રોડ બનવવા ની કામગીરી ને લઈને અંદાજે 3 કિલોમીટર સુધી કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લાં 6 મહિના થી રસ્તા માં આડેધડ કાપચા નાખી પડતું મૂક્યું છે અને નાખેલા મોટા પથ્થરો થી બાઇક ચાલકો ના ટાયર ટ્યુબ માં પંચર પડવાના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે ખેડૂતો ને અહીંથી પસાર થવું માથાનો દુખાવો બની ગયો છે ખેતર માંથી સવાર સાંજ દૂધ ભરાવવા આવતા લોકો ને પણ આ કોન્ટ્રાક્ટર ની ઘોર બેદરકારી ના લીધી 3 થી 4 કિમી સુધી અન્ય રસ્તે થી ગામમાં જવું પડે છે .જેમાં ગામના સરપંચ તેમજ તાલુકા સદસ્ય દ્વારા પણ ઉચ્ચ અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે હાલ તો સ્થાનિક રહીશો ના જણાવ્યા અનુસાર સત્વરે આ રોડ નું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ રોડ બનાવવા ની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું
અલ્પેશ નાયક