સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ગામડાઓમાં જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી ઉમંગ અને ઉલ્લાસ ભેર ઉજવાઇ રહી છે ત્યારે પ્રાંતિજ ના તાજપુર-કૂઇ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રિના આઠમાં દિવસે વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિવાસી નૃત્ય ભારતમાતા ની થીમ ,કોરોના ની થીમ જેવી અલગ અલગ થીમો રજૂ કરી ખેલૈયાઓ તેમજ મહિલાઓ સાફા પહેરી ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા ત્યારે બાળકોએ રજૂ કરેલી આદિવાસી ની થીમ સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે યુવાનો તેમજ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ધૂમતા જોવા મળ્યા હતા
અલ્પેશ નાયક
બીજી ન્યુઝ
સાબરકાંઠા