સાબરકાંઠા જિલ્લાના તલોદ માં અટલ બિહારી વાજપેયી ના જન્મ દિવસ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ડો.જેનતિભાઈ પટેલ.અને ડો.રાકેશ ભાઈ શાહ.એ વિવિધ રોગોની તપાસ કરી નિદાન માટે જરૂરી સુચનો કર્યા હતાં આ આયોજન તલોદ શહેર ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.જેમા શહેર સંગઠનના પ્રમુખ શ્રી દામોદર ભાઈ ,મહામંત્રી વિનુભાઈ સુથાર મહામંત્રી, નરેંદ્રસિંહ ઝાલા તલોદ નગરપાલિકા પ્રમુખ. , ઉપપ્રમુખ રુતુલભાઈ અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી ગીતા બેન મહિલા મોરચાના પ્રમુખ રચના બેન ગાંધી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞા બેન મહેતા.તેમજ મહિલા મોરચાના અન્ય હોદ્દેદારો કોર્પોરેટર અને સમસ્ત નગરજનોએ તેનો લાભ લીધો હતો.
કમલેશ પટેલ તલોદ