સાબરકાંઠા જિલ્લાના તલોદ ના નાના ચેખલાં ગામમાં પંચાયત ની ઘોર બેદરકારી જોવા મળી રહી છે ગામમાં જાહેર રસ્તાઓ કાદવ કીચડ જોવા મળી રહ્યો છે આ સાથે સ્કૂલ તથા આંગણવાડી જવાના રસ્તા પર પણ ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહી છે બાળકોને પણ શાળાએ જવા માટે કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે ત્યારે ગ્રામજનો ને રસ્તા પર થી પસાર થતી વખતે અસહ્ય દુર્ગંદ થી ગ્રામજનો ને પણ નાકના ટેરવા દબાવવા પડે છે ત્યારે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે
તો ક્યારે રોગચાળો ગામમાં પ્રવેશ કરે તે માટે પંચાયત દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેમ લાગે છે જ્યાં જુવો ત્યાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ આ બાબતે તંત્ર ને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે અને ગંદકી ને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે તો તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું ઉકેલ કરવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.
કમલેશ પટેલ તલોદ