સંગીત ક્ષેત્રે દેશ-વિદેશમાં ચાહના મેળવનાર તબલા માસ્ટર હસિયા ઉસ્તાદજીનું અકાળે સ્વર્ગવાસ થયો જેથી દેશ વિદેશમાં તેમના ચાહકોમાં ભારે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે શ્રી શંભુનાથ મહાદેવ મંદિર પર તેમના ચાહકો દ્વારા તબલા વાદક હસિયા ઉસ્તાદજીને ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તે માટે પાંચ મિનિટ નું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ