ડીસા લાટી બજાર વિસ્તારમાં આવેલ દિવ્યાંગ ભવન ખાતે મતદાર કેમ્પનું આયોજન કરાયું શહેર મામલતદાર રહ્યા ઉપસ્થિત..

0
10

ડીસા ખાતે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવ્યાંગજનો માટે મતદાર કેમ્પનું આયોજન શ્રી એસ.ડી. બોડાણા.. મામલતદાર શ્રી( ડીસા શહેર )ના અધ્યક્ષ સ્થાને વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે માટે કાર્યરત સંસ્થા માં ઉજવણી કરવામાં આવી.. શ્રી રાજુભાઇ ઠાકોર,ચેરમેનશ્રી, બાંધકામ સમિતિ નગરપાલિકા ડીસા ,શ્રી જયેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખશ્રી, ભારત વિકાસ પરિષદ, શ્રી અનિલભાઈ મકવાણા નાયબ મામલતદાર , શ્રી પ્રવીણભાઈ સાધુ પૂર્વ બી.આર.સી કૉ ઓર્ડીનેટર, શ્રી મહેશભાઈ મનવર, શ્રી મનોજભાઈ ચૌહાણ ,વનરાજ ચાવડા કો-ઓર્ડીનેટરશ્રી અંધજન મંડળ ,શ્રી મનોજભાઈ પંચાલ તેમજ બીએલઓ અને દિવ્યાંગ બાળકોના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા… આ પ્રસંગે સ્ટાફ તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા નાટિકા અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા.. શ્રી એસ,ડી.બોડાણા ,મામલતદાર દ્વારા આજના કાર્યક્રમ સંદર્ભે સમજ આપવામાં આવી..સંચાલન પ્રવિણભાઈ સાધુ અને આભાર વિધિ આનંદભાઈ દવે દ્વારા કરવામાં આવી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here