બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીના પી.એસ.આઇ પીએલ આહીર સ્ટાફના નરેશભાઈ દિગ્વિજયસિંહ મુકેશભાઈ પરમાર જયપાલસિંહ અશોકભાઈ સહિતની ટીમે સાથે ગઈકાલે ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ડીસાના વાડીરોડ વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર સામે રહેતા વિક્રમ બાબુજી માજીરાણાના ઘરે રેડ કરતા તેના ઘરમાંથી દારૂ અને બિયર ની નાની-મોટી 110 બોટલો મળી આવી હતી જેથી એલસીબીની ટીમે કુલ 13.800નો મુદ્દા માલ જપ્ત કરી આરોપી વિક્રમ માજીરાણાની અટકાયત કરી આ મામલે વધુ તપાસ ડીસા ઉત્તર પોલીસે હાથ ધરી છે