ડીસા નવાવાસમાં વાલ્મિકી સમાજના લોકોને ઇ શ્રમ કાર્ડ નીકાળઆપવાં માટેનો કેમ્પ યોજાયો…!

0
11

ડીસા
ડીસા શહેરના વોર્ડ નંબર 8 ના જાગૃત સદસ્ય નિકીતાબેન નટવરજી ઠાકોર દ્વારા આ વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે નગરપાલિકામાં રજૂઆત કરી સમસ્યાઓ હલ કરવામાં આવી રહી છે અને આ વિસ્તારમાં અન્ય વિકાસના કામો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે નવાવાસ ખાતે વાલ્મિકી સમાજના લોકોને ઇ શ્રમ કાર્ડ નીકાળવા માટે નો કેમ્પ યોજાયો હતો
ડીસા શહેરના વોર્ડ નંબર 8 ના નવાવાસ ખાતે ગઈકાલે સ્થાનિક કોર્પોરેટર ના સહયોગથી શ્રમ વિભાગ દ્વારા વાલ્મિકી સમાજના લોકોને સરકારશ્રીની યોજના ઈ શ્રમ કાર્ડ કાઢી આપવા માટે નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકોના ઇ શ્રમ કાર્ડ નીકાળવામાં આવ્યા હતા આ કેમ્પમાં સ્થાનિક સદસ્ય રાજુભાઈ ઠાકોર સ્થાનિક આગેવાન નટવરજી દજુજી ઠાકોર મદદની સરકારી શ્રમ અધિકારી કે આર પટેલ હસમુખભાઈ બારોટ હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here