
આજરોજ ડીસા ઉતરાયણ પર્વ નિમિત્તે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉતર પોલીસ દ્વારા વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉતરાયણ પર્વમાં વાહનચાલકો દોરીથી ઈજાગ્રસ્ત ન થાય અને આકસ્મિક ઘટનાએ અટકાવી શકાય તે હેતુથી વાહનચાલકોને ગળામાં વાઈટ સેફ્ટી બેલ્ટ પહેરાવી ટુ વ્હીલર વાહનચાલકોને વાહનો ચલાવા માટે માર્ગદર્શન સાથે અપીલ કરવામાં આવી હતી ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ સહિત સેવાભાવી કાર્યકર્તાઓ અને ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહીને બગીચા સર્કલ અને ફુવારા સર્કલ પાસે સેફ્ટી બેલ્ટ વિતરણ કરી દોરીથી બચવા માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વાહનચાલકો દ્વારા પણ ડીસા ઉતર પોલીસ અને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી