સમાજના લોકોએ પોતાની
દીકરીઓ ને સારું શિક્ષણ આપવું જોઈએ – બળવંતસિંહ
વડગામ તાલુકાના ડાલવાણા (રણછોડપુરા) ગામના વિરલસિંહ મૂળાજી હડીયોલ અને તેમના પરીવાર જનો દ્વારા માતૃ-પિતૃ વંદના અને સમાજ દર્શન કાર્યકમ નું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત જી. આઈ. ડી. સી. ના ચેરમેન બળવંતસિહ રાજપુત અને બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આવેલા સંતો એ આશીર્વાદ આપ્યા હતા.
વડગામ તાલુકાના ડાલવાણા
(રણછોડપુરા) ગામમાં વિરલસિંહ હડીયોલ ના પિતા મુળાજી સુરાજી હડિયોલની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે અને તેમના માતાજી ગલીબા મૂળાજી હડિયોલ ના જીવન પર્વની ઉજવણી ના શુભ પ્રસંગે રવિવારે તેમના પરીવાર જનો દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યકમ અને સમાજ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગ માં મગરવાડા શ્રી માણીભદ્ર વીર મહારાજ મંદિરના ગાદીપતિ વિજય સોમજી મહારાજ, વિસનગરથી મહંત શ્રી 1008 શંકર નાથજી મહારાજ અને કોટડીથી પરથીરામજી મહારાજ, ગુજરાત સરકાર ના જી. આઈ. ડી. સી. ચેરમેન બળવંતસિહ રાજપુત, બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, સામજિક અગ્રણી ડી.ડી.રાજપૂત, બાવન આંટા રાજપૂત સમાજના પ્રમુખ મદારસિંહ હડિયોલ, રાજપૂત મિલ્કત ટ્રસ્ટ અંબાજી ના પ્રમુખ સામંતસિંહ સોલંકી, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, ગુજરાત મહાકાલસેના ના સંસ્થાપક સંજયસિંહ રાઠોડ, કિરપાલસિંહ ચાવડા સહિત સામાજિક અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે, સમાજની એકતા જળવાઈ રહે, સમાજના યુવાનો શિક્ષણ તરફ વળે અને વ્યસનને તિલાંજલિ આપવામાં આવે, રાજપુત ક્ષત્રિય સમાજે પણ એક વીસમી સદી સાથે કદમ થી કદમ મીલાવી ને આપણી નવી પેઢી ને મા-બાપ ની સેવા કરવી સાથે સાથે દિકરીઓને સારૂં શિક્ષણ આપવું અને તેમની આગળ પ્રગતિ થાય અને સમાજ સંગઠિત રહે જેવી માહિતી આપી હતી. અને હાજર સંતો-મહંતો એ આશીર્વાદ આપ્યા હતા.
જયારે માતા પિતા ની સેવા કરતા અને તેમનું નુ નામ રોશન કરતા વિરલસિહ અને તેમના માતૃ શ્રી ગલિબા ની સમાજના આગેવાનો અને આવેલ મહેમાનો અને ડાલવાણા ના ગ્રામજનો દ્વારા લાખ લાખ અભિનંદન પાઠવી ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવેલ તમામ મહાનુભવ મહેમાનો અને ગ્રામજનોનો વિરલસિંહએ આભાર માન્યો હતો.