આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૨ને ગુરુવારના રોજ લીમખેડા તાલુકામાં આવેલી ટીમ્બા પ્રાથમિક શાળાની યજમાની હેઠળ સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર દ્વારા આયોજિત માતા - પિતા અથવા પિતા વિનાનાં ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા બાળકો માટે "શૈક્ષણિક કીટ" વિતરણ નો કાર્યક્રમ સંત કબીર મંદિર સાલીયા નાં મહંતશ્રી પરમ પૂજ્ય ૧૦૮ ઋષિકેશ દાસજી સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આજના આ કીટ વિતરણ કાર્યક્રમમાં દાતાશ્રીઓ તથા મહેમાનોનાં હસ્તે શૈક્ષણિક કીટ( બેગ,નોટબુકો,કંપાસ બોક્ષ,પેન્સિલ, રબર, સંચો,ગણવેશ,૧ જોડ રંગીન ગણવેશ,પ્રવાસ ફી,ચંપલ) ૩૭૪ બાળકોને આપવામાં આવી હતી. આ શૈક્ષણિક કિટમાં દાતાઓનો સહયોગ ખુબ સારો રહ્યો હતો.દાતાશ્રી કશ્યપભાઈ મહેતા તથા ટીમ્બા ગામના વડીલ આગેવાનો અને ટીમ્બા શાળા પરિવાર નાં સહયોગથી બનેલ નવીન શેડ નું ઉદઘાટન દાતાશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
આજના આ સમગ્ર કાર્યક્રમ માટે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખે આશીર્વચન પાઠવ્યા હતા.
આજના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દાતાશ્રી કશ્યપભાઈ મહેતા તથા મહેમાનશ્રીઓમાં શ્રી મુકેશભાઈ શાહ (અમદાવાદ),શ્રી સ્નેહલભાઈ ધરિયા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નીલેશભાઈ મુનિયા,સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાટા, કુરેશિભાઈ, શ્રી ડો.ઉમેશ સથવારા, શ્રીમતી ડૉ.ધર્મિષ્ઠા સથવારા, શ્રીમતી ડૉ.સોનિયાબેન, ભગિની સમાજ દાહોદના પ્રમુખ શ્રીમતી હેમાબેન શેઠ, શ્રી ડૉ.ગોપાલભાઈ શર્મા, શ્રી કાના ભાઈ શાહ, લીમખેડા થી અન્ય પધારેલ દાતાશ્રીઓ,પત્રકાર શ્રી યોગેશભાઈ શાહ, તથા દિનેશભાઈ શાહ હાજર રહ્યા હતાં.
આજના આ સમગ્ર કાર્યક્રમમાં સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બારનાં તમામ સભ્યો, અગારા(ઉ) પગાર કેન્દ્રની શાળાનાં આચાર્યો,સહયોગી સેવાભાવી શિક્ષક ભાઈ બહેનો,લીમખેડા તાલુકાના બંને સંઘના હોદ્દેદારો, ટીમ્બા , ઘુટીયા ગામના દાતાશ્રીઓ,ગ્રામજનો, એસ.એમ.સી નાં અધ્યક્ષ, એસ.એમ.સી નાં સભ્યો, સરપંચશ્રી, ગામના વડીલ આગેવાનો સી.આર.સી કો. મેહુલભાઈ ચૌધરી તથા જરૂરિયાતમંદ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ