ઝાલોદ શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ ના હસ્તે ખેલૈયાઓને ઇનામ વિતરણ કરાયું.

0
6

શહેરના મુખ્ય છ ગરબા મંડળમાં માતાજીના દર્શન કરી ગરબાની રમઝટ માણી હતી.

સુખસર.

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ કુમારી વાઘેલાના હસ્તે ઝાલોદ શહેર ના મુખ્ય નવરાત્રી મહોત્સવમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ નવરાત્રી મહોત્સવ નિમિત્તે લ્હાણી પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જિલ્લા પ્રમુખે ગરબાની રમઝટ પણ માણી હતી.
ઝાલોદ શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અનેક સ્થળે શેરી ગરબાનું આયોજન કરાયા હતા. જેમાં મુવાડા ચોક, ખાંટવાડા, મઠફળીયા, સાઈ સર્જન સોસાયટી, મીઠા ચોક અને લુહાર વાડામાં નવરાત્રી મહોત્સવમાં લ્હાણી તેમજ ઈનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલ કુમારી વાઘેલા ના હસ્તે નવરાત્રી મહોત્સવમાં નંબર પ્રાપ્ત કરેલ ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લ્હાણી પણ કરવામાં આવી હતી. તમામ ગરબા મહોત્સવમાં મા અંબાની આરાધના કરી દરેક સ્થળે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ છ જેટલા સ્થળ જિલ્લા પ્રમુખ સહિતની ટીમ દ્વારા માતાજીની આરાધના સ્વરૂપે ગરબાની રમઝટ પણ માણી હતી. સમસ્ત કાર્યક્રમનું આયોજન ઝાલોદ શહેર યુવા મિત્ર મંડળ તેમજ નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત ડીઆઇજી બી.ડી વાઘેલા, ઝાલોદ ના પ્રમુખ મુકેશભાઈ ડામોર, નગરના આગેવાન અગનેશભાઈ પંચાલ, આગેવાન રાજુભાઈ વાઘેલા, ઝાલોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અનિતાબેન મછાર, કાર્યકર્તા અનુપભાઈ પટેલ,ઝાલોદ શહેર પ્રમુખ દિનેશભાઈ પંચાલ યુવા મોરચાના પ્રમુખ સંતોષભાઈ ભગોરા ઉપપ્રમુખ દુર્ગેશભાઇ ઠક્કર, મહિલા મોરચાના સમસ્ત બહેનો સહીત, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ રાહુલ ચરપોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here