દાહોદ જિલ્લામાં કોરોના નું સંક્રમણ નહીંવત રહેતા તંત્ર દ્વારા તમામ પ્રતિબંધો હળવા કરી દેવામાં આવ્યા છે અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે અને કોરોના ની સંભવિત ત્રીજી લહેરના પ્રતિકાર માટેની તૈયારીઓમાં જોતરાયુ છે તેવા સમયે ઝાલોદ નગરપાલિકાના લોલમલોલ વહીવટને કારણે ઝાલોદ તાલુકા પંચાયત ની સામેના ભાગમાં કચરાના ઢગલા અને ગંદકીના ઢગ ખડકાતા મરછરનો ઉપદ્રવ વધી જતાં મલેરીયા જેવા મરછર જન્ય રોગોની આશંકા ડોકાઇ રહી છે અને પાલિકાનાં સંલગ્ન વિભાગ દ્વારા સત્વરે સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
કોરોના સંક્રમણે ઝાલોદ નગર તથા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો કુર પંજો ફેલાવ્યો હતો અને કેટલાંયે લોકો મોતને ભેટતા કેટલાંયે પરિવારના માળા વિખેરાઈ ગયા હતા હાલ કોરોના સંક્રમણ નહીંવત રહેતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને સંભવિત ત્રીજી લહેરના પ્રતિકાર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવાં સમયે ઝાલોદ નગરમાં પાલિકાની બેદરકારી ને કારણે ઠેરઠેર ગંદકીના અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને મરછરનો ઉપદ્રવ વધારી મરછર જન્ય રોગોને નોતરી રહ્યા છે ત્યારે ઝાલોદ નગરની તાલુકા પંચાયત ની કચેરી સામેનાં વિસ્તાર આંખો દિવસ લોકોની અવરજવરથી વ્યસ્ત રહે છે અને ત્યાં પથારાવાળા ઓનાં અડીગા રહે છે તે જગ્યામાં કચરાના અને ગંદકીના ઢગ જોવા મળતા અને લોકો ને દુર્ગંધ વેઠવાનો વારો આવ્યો.
ત્યારે ઝાલોદ નગરપાલિકા ને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કામગીરી હાથ ન ધરાતાં નગરજનો રોષ ફેલાયો હતો