નળ સે જળ યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પીવાનું પાણી આપવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઝાલોદ તાલુકાના રળિયાતીભુરા ગામે તા : ૨૬/૧૦/૨૦૨૧ ના રોજ જિલ્લા પંચાયત દાહોદ ના પુર્વ અધ્યક્ષ કુષ્ણરાજ ભૂરિયા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામિણ વિસ્તારના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે છેવાડાના વિસ્તારમાં મહિલાઓને દૂર સુધી પીવાનું પાણી માટે રજળવુ પડે છે જે ધ્યાને રાખીને વડાપ્રધાન અને ગુજરાત ના મુખ્ય મંત્રીએ નલ સે જળ યોજના ને મંજૂરી આપી છે ટુંક સમયમાં આ યોજના પુર્ણ થશે અને ઘરે ઘરે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે જેમાં આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત દાહોદ ના પુર્વ અધ્યક્ષ કુષ્ણરાજ ભૂરિયા તેમજ ગ્રામ્ય જનો વડિલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નલ સે જળ યોજના માં ખાત મુહુર્ત જિ.પં દાહોદ ના પુર્વ અધ્યક્ષ કુષ્ણ રાજ ભૂરિયા તસવીરમાં નજરે પડે છે
રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ