પંચમહાલ
8 એપ્રિલ ના રોજ પંચમહાલ જિલ્લા સંયુકત મોરચા દવારા જિલ્લા કક્ષાએ દલુની વાડી પ્રાથમિક શાળા ના પટાંગણમાં એક કલાક ધરણા અને રેલી કરી જિલ્લા કલેકટર ને નવી પેંશન યોજના નાબૂદ કરી જૂની પેંશન યોજના કર્મચારીઓ માટે લાગુ થાય તે માટે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ,માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ,આચાર્ય શૈક્ષિક મહાસંઘ ,ભારતીય મજદૂર સંઘ ,એચ ટાટ સૂચિત સંઘ તેમજ અન્ય સંઘઠનો ના સમર્થન દવારા જિલ્લા કક્ષાએ ખૂબ મોટી સંખ્યા માં શિક્ષક ભાઇ બહેનો અને અન્ય સંઘઠન ના કાર્યકર્તા ધરણા કરશે ,જેના માટે દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે એક આયોજન બેઠક કરવામાં આવી જેમાં જિલ્લા સંયુકત મોરચા ના સંયોજક અનિરુદ્ધસિંહ સોલંકી , શૈક્ષિક સંઘ મંત્રી ચેતનકુમાર વાળંદ ,માધ્યમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ જીતેન્દ્ર બારીયા. મંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ,સંગઠન મંત્રી જીતેન્દ્ર પરમાર , પ્રાથમિક સંઘઠન મંત્રી વિજયભાઈ પટેલ,યોગેશભાઈ પટેલ ,દિગંતભાઈ પટેલ,દિનેશભાઇ પટેલ , જયેશભાઈ પ્રજાપતિ.સરકારી અધ્યક્ષ હેમંતભાઇ પટેલ સહિત દરેક તાલુકા ના અધ્યક્ષ મંત્રી ઉપસ્થિત રહયા અને 8 તારીખ ને શુક્રવાર ના રોજ યોજાનાર ધરાણા કાર્યક્રમ નેસફળ બનાવવા આયોજન કરવામાં આવ્યું .આગામી સમય માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય તમામ સંવર્ગો જૂની પેંશન યોજના તેમજ માધ્યમિક ના સળંગ નોકરી નો પરિપત્ર લાગુ કરવા વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપશે ..
રીપોર્ટ જીતેન્દ્ર ઠાકર