જવાબદાર તંત્રની બે જવાબદારી…
નિંદ્રા માંથી જાગશે કે નહીં.
શું અહીં બધું લોલ…મ.. લોલ ચાલી રહ્યુ છે..?
ગોંડલ:સરકારી હોસ્પિટલ ચોક થી બાલાશ્રમ જતા રોડ ઉપર ભંગારના ડેલા ખડકી ગેરકાયદે દબાણ કરી સામ્રાજ્ય જમાવી બેઠા છે ભંગાર ની આડમાં ગેર કાયદેસર ધંધા ધમધમી રહ્યા ની અનેક વખત ફરિયાદો ઉઠવા છતાં જે તે તંત્ર તરફથી કાંઈ પગલાં ભરવામાં આવતા નથી તદ ઉપરાંત બાલાશ્રમ થી રોયલ ચોક (SRP) તરફ જતા રોડ ઉપર જાહેરમાં સોચક્રીયા કરી ગંદકી ફેલાવાઈ રહી છે તે બાબતે પણ અનેક વખત ફરિયાદો ઉઠવા છતા નગરપાલિકા અને તંત્ર એ મૌન ધારણ કરી આંખ આડા કાન કરી લીધા છે અહીં પ્રધાનમંત્રી શ્રી એ જાહેરમાં સોચક્રીયા વિષે કરેલી વાતો નાં ખુલ્લેઆમ ધજાગરા ઉડતા સહુ કોઇ નરી આંખે જોઈ રહ્યા છે
મોટા મોટા નેતાઓ ગમે તેટલી મોટી મોટી જાહેરાતો કરે કે વાતો કરે પરંતુ લોકલ લેવલે જે-તે તંત્ર દ્વારા તેનું પાલન કરવામાં કે કરાવવામાં નો આવે તો… દેખીતી રીતે નેતાઓ ની વાતો પણ પ્રજા ને મોટી મોટી અને ખોટી જ લાગતી હોય છે
દેશ અને રાજ્યમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર દુર કરવા માટે જ્યાં સુધી લોકલ લેવલે સ્વચ્છ છબી ધરાવનારા લોકોની પસંદગી કરી તેની કમિટી બનાવી યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર કોઈ પણ હોય પરંતુ તેના મોટા નેતાઓએ કરેલી જાહેરાતો અને એની વાતો દેશની પ્રજા ને ખોટી જ લાગશે..કારણ કે દરેક જગ્યા એ લોકલ લેવલે ચાલતા ખોટા કર્યો અને ભ્રષ્ટાચાર ભર્યા કામો માં સંડોવાયેલ પોતાનાં જ જવાબદાર લોકો શું કરી રહ્યા છે…? તેની હકીકત થી હાઈ કમાન્ડ કે ઉપ્રી અધિકારીઓ કદાચ અજાણ પણ હોય શકે છે…