જીવદયા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકોને સ્કૂલ બુટ અને મોજડી આપીને નવા વર્ષની ઉજવણી કરાઇ

0
10

તારીખ ૧/૧/૨૦૨૨ ના રોજ જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી દ્વારા પાલનપુરમાં આવેલ લાયન્સ દિવ્યાંગ સેન્ટર ખાતે દિવ્યાંગ બાળકોને દાડમ, સંતરા, બોર, નાસ્તો અને બુટ અને મોજડી આપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી તથા બાળકોએ પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું આ કાર્યક્રમમાં પવનભાઇ પ્રજાપતિ, ભાયચંદભાઈ પટેલ, અહેમદભાઈ હાડા,હિતેશ બારોટ,અશોકભાઈ પઢીયાર,હિતેશ મેવાડા,હસમુખભાઈ ચૌહાણ, જયેશભાઈ સોની, ઇન્હરવ્હીલ કલબ ઓફ પાલનપુરના પ્રમુખ શ્રી મુનીબેન મહેશ્વરી, લાયન્સ દિવ્યાંગ સેન્ટર ના વાસુદેવભાઇ મોદી, વનરાજસિંહ ચાવડા, ,કનુભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ઠાકોર દાસ ખત્રી દ્વારા અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here