અરવલ્લી જિલ્લા ટાસ્ક ફોર્સની વ્ચર્યુલ બેઠક યોજાઇ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને બાળ શ્રમ નાબૂદી માટે જિલ્લા બાળ શ્રમયોગી પ્રથા નાબુદી ટાસ્ક ફોર્સ સમિતિ મિટિંગ Google Meetના માધ્યમથી યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીના દ્વારા જિલ્લામાં આવેલા ઔધોગિક એકમો તથા રેસ્ટોરન્ટ, પાર્લર તેમજ કોલ્ડ સ્ટોરેજ સહિત મહત્વની જગ્યાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા સબંધિત અધિકારીને સૂચન કર્યુ હતું . આ ઉપરાંત પરપ્રાંતમાંથી કપાસની મજૂરી માટે આવતા તેમજ ઇંટવાડાના ભઠ્ઠાના કામદારો સાથે કોઇ બાળમજૂર હોય છે કેમ તે અંગે તપાસ કરવા સૂચન કર્યુ હતું. ઉપરાંત બાળમજૂરી રોકવા સ્ટેટ ટોલ ફ્રી નંબર નિર્દેશ કરવા અથવા આપણા જિલ્લાનો કાયમી ટોલ ફ્રી નંબર શરૂ કરવા માટે સૂચન કર્યુ હતું. જિલ્લા માં બાળ શ્રમ ની નાબૂદી માટે ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યો દ્વારા નિયમિત રેડ નું આયોજન અને બાળ શ્રમ નાબૂદી માટે સઘન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં શ્રમ અધિકારી શ્રી દુબે, જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.