જિલ્લાના ખેડૂતોએ આગામી ત્રણ દિવસ કમોસમી માવઠાની શકયતાને ધ્યાને લઇ સાવચેતી રાખવી

0
18


દાહોદ, તા. ૨૦ : હવામાન ખાતાના અહેવાલ મુજબ તા. ૨૦ જાન્યુઆરી થી તા. ૨૩ જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ-માવઠાની શકયતા છે ત્યારે દાહોદ જિલ્લાના ખેડૂતોએ સાવચેતી રાખવી. દાહોદ જિલ્લામાં રવિ પાકનું કુલ ૧,૩૯,૨૧૨ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ઘઉં, ચણા, મકાઇ, શાકભાજી અને ઘાસચારા વગેરેનો સમાવેશ થયા છે.
ખેડૂતોએ ઉભા પાકમાં પિયત, પાક સંરક્ષણ અને જીવાત કે ઇયળોના નિયંત્રણ માટે જૈવિક અને રાસાયણિક દવાઓના છંટકાવ સહિતની બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે. વધુ પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો રવિ પાકોના ચાસમાં પાણી ભરાયુ હોય તો તેનો તુરત નિકાલ કરવો. ખેતરમાં રહેલા ઘાસચારાના ઢગલા ગોડાઉનમાં ખસેડી લેવા અથવા સુરક્ષિત જગ્યાએ તાડપત્રી ઢાંકીને ઉચાણવાળા ભાગમાં રાખવા.
એપીએમસીમાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા. એપીએમસીમાં અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એપીએમસીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેતપેદાશો શકયત: આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવી અથવા તાડપત્રી ઢાંકીને જ લઇ જવી. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ ઇનપુટ ગોડાઉનમાં પલળે નહી તે મુજબ આગોતરૂ આયોજન રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here