જિલ્લાકક્ષાની વાનગી હરીફાઈ માં ગોપાલ ભુવન શાળાના મધ્યાહન ભોજન સંચાલિકા દેવિકાબેન ત્રિવેદીએ દ્રિતીય ક્રમાંક મેળવ્યો..

0
10

વિવિધ પૌષ્ટિક આહાર ગણાતા કઢોળ માથી તૈયાર કરવામાં આવેલ હાંડવાનો નિણૉયકોએ પણ રસાસ્વાદ માણ્યો..

પાટણ તા.29
પ્રધાનમંત્રી પોષણ શકિત નિમૉણ અંતર્ગત પીએમ પોષણ યોજના ને અનુલક્ષીને મંગળવારના રોજ શહેર ની એમ એન પ્રાથમિક શાળા સંકુલ ખાતે જિલ્લા કક્ષાની વાનગી હરિફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સ્પધૅકોએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની પોષણ યુક્ત વાનગીઓ તૈયાર કરી હતી ત્યારે પાટણ શહેર ની ઉતર ગુજરાત યુવક મંડળ સંચાલિત ગોપાલ ભુવન પ્રાથમિક શાળા માં છેલ્લા વીસ વષૅથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલિકા તરીકે પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક બનાવી વિધાર્થીઓને હેલ્ધી ફુડ પિરસતા દેવિકાબેન ત્રિવેદી એ પણ તાલુકા કક્ષાએ આયોજિત વાનગી હરિફાઈ માં પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાની વાનગી હરિફાઈ માં ભાગ લીધો હતો અને તેમનાં દ્વારા ફણગાવેલા કઠોળ જેવા કે મગ,ચણા,લીલાવટાણા,તુવેરદાણા,મકાયદાણા,ગાજર,કોબીચ અને સિંગદાણા સહિતની પૌષ્ટિક વસ્તુઓ માથી તૈયાર કરવામાં આવેલ વેઝ હાંડવા ની વાનગી ને નિણૉયકો દ્વારા રસાસ્વાદ ચાખી જિલ્લા કક્ષા એ દ્રિતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવતાં દેવિકાબેન ત્રિવેદી નું પાટણ મામલતદાર ચાર્મીબેન પટેલ અને આઈસીડીએસ ના ઉર્મિલાબેન પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો ઉત્તર ગુજરાતી યુવક મંડળ સંચાલિત ગોપાલ ભૂવન શાળાના મધ્યાન ભોજન સંચાલિકા દેવિકાબેન ત્રિવેદી ને શાળા સંચાલક મંડળ દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here