
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પંચમેશ્વર મહાદેવ મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ (ગોપી) મહિના નિમિત્તે મહિલા મંડળ દ્વારા કાઠા ગોરમાના દરરોજ અલગ અલગ શૃંગાર દર્શન અને આજરોજ અન્નકૂટ દર્શન નું આયોજન કરેલ હતું જેમા કાઠા ગોર માં ને 211 કરતાં વધારે અન્નકૂટ ધરી ખૂબ જ ભાવપૂર્વક માતાજી જમાડ્યા હતા જેમાં બધી મહિલા ભક્તો ખૂબ જ સારી સારી વાનગીઓ બનાવી માતાને અન્નકૂટ પ્રસાદ બનાવ્યો હતો આ નજારો માણવા માટે જસદણના હજારો મહિલા ભક્તોએ દર્શનનો લાભ લીધેલ હતો આગામી દિવસોમાં હજુ પણ ઘણા બધા કાર્યક્રમો અહીં મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે જેમ કે ગોપી મહોત્સવ, રાસ ગરબાની રમઝટ, કૃષ્ણ લીલા, તેમજ મટકી ફોડ નું પણ આયોજન કરવામાં આવશે.