જળ એજ જીવન છે … ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતી એ મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી અને ડો. શ્રીમતી નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત રાજ્ય) સાથે અજંતા – ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખભાઇ પણ હાજર રહ્યા હતા…
લોક હિત, લોક કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પાટીદાર રત્ન જયસુખભાઇ ઘણા વર્ષોથી “રણ સરોવર” પર ગાઢ રીસર્ચ અને અથાગ મહેનત કરી રહ્યા છે.
સેમિનાર દરમ્યાન રાજ્યપાલને “રણ સરોવર” પુસ્તક ની ત્રીજી એડિશન અર્પણ કરવામાં આવી .. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓ એ પાણી માટે તરફડિયા મારવા પડશે એટલે કે અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ બેમત નથી.
ગ્લોબલ કચ્છના દરેક સભ્યો અને દરેક મહાનુભવોએ “રણ સરોવર” રૂપી આ વિરાટ દીર્ઘદ્રષ્ટિ બદલ જયસુખભાઇને અભિનંદન પાઠવ્યા હતા
આ તકે રાજ્યપાલએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત પર પણ ભાર મુક્યો હતો.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી