જયપુરી લુહાર સમાજ ના બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકા માટે કારોબારી સભ્યો ની વરણી કરાઈ

0
2

અમીરગઢ

ગુજરાત રાજ્ય માં વસતા જયપુરી લુહાર સમાજ ના કારોબારી સભ્યો ની બેઠક આજે બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકા ના ઈકબાલગઢ ગામે યોજાઈ હતી. જેમાં સમાજ માં ઉત્થાન માટે અને સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું. જયપુરી લુહાર સમાજ પાછલાં ઘણા વર્ષો થી ગુજરાત માં વસવાટ કરે છે. અને ખેતી ના ઓજારો નું કામ કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના સમાજ ના વિકાસ માટે અને આવનારી મુશ્કેલીઓ સામે લડવા માટે ફંડ એકઠું કરી ને પોતાના સમાજ ના લોકો માટે મદદરૂપ થવા માટે નો નીર્ધાર કર્યો છે. તે માટે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓ માં કારોબારી સભ્યો ની બેઠક યોજવાનું કાર્ય શરૂ થઈ ગયેલ છે. જેમાં આજે ઇકબાલગઢ મુકામે કારોબારી સભ્યો ની બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે હાજી મહેબૂબભાઈ લુહાર રહે. ઈકબાલગઢ અને ઉપપ્રમુખ તરીકે નઇમભાઈ લુહાર રહે.હડાદ અને ત્યારબાદ અમીરગઢ તાલુકાના પ્રમુખ તરીકે બનાસ ગૌરવ ચેનલ ના પત્રકાર ઇમરાન લુહાર રહે. ઇકબાલગઢ અને ઉપપ્રમુખ તરીકે અનવરભાઈ લુહાર રહે. અમીરગઢ અને દાંતા તાલુકાના પ્રમુખ તરીકે હાજી ઈકરામભાઈ લુહાર રહે. રતનપુર અને ઉપ પ્રમુખ માટે ઇસ્માઇલભાઈ લુહાર રહે. હડાદ અને ત્યાર બાદ વડગામ તાલુકા માટે હારુનભાઈ લુહાર રહે. છાપી અને ઉપ પ્રમુખ તરીકે સદિકભાઈ લુહાર રહે. ગોળા ની વરણી કરવામાં આવી હતી. બધા કારોબારી સભ્યો ની ફુલહાર થી સ્વાગત કરી ને કાર્યકમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here