જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા યોજાશે

1
7


દાહોદ, તા. ૨૧ : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, હસ્તક આવેલી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત એથ્લેટીક્સ અંડર ૧૭ માટેની એકેડમી શરૂ કરવામાં આવનાર હોઇ જે અંતર્ગત નવા ખેલાડીઓની પસંદગી અને પ્રવેશ પ્રક્રિયાનું આયોજન શ્રી જયદીપસિંહજી રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે આગામી તા. ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૯ વાગે યોજાશે. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર, ૫૦૦૦ અને ૧૦૦૦૦ મીટરના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. અંડર ૧૭ ખેલાડીઓ માટેની આ પ્રવેશ પ્રક્રિયામાં ખેલાડીઓએ આધારકાર્ડની નકલ સાથે ઉપસ્થિત થવાનું રહેશે. વધુ માહિતી માટે અહીંના સિનિયર કોચ શ્રી રાઠોરનો (૯૯૭૮૪૦૮૮૨૮) સંપર્ક કરવાનો રહેશે. આ પ્રવેશ પ્રક્રિયામાં તા. ૧/૧/૨૦૦૫ પછી જન્મેલા ખેલાડીઓ જ ભાગ લઇ શકશે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here