કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત દેશના જમ્મુ કાશ્મીર રાજ્યના શ્રીનગરમાં ભિલોડા તાલુકાના રામપુરી ગામના સી.આર.પી.એફ જવાનનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું.
જવાનનો મૃતદેહ માદરે વતન રામપુરી ગામમાં અંતિમ સંસ્કાર માટે લવાતા સી.આર.પી.એફના જવાનો, રાજકીય, સામાજિક કાર્યકરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પરિવારજનો અને સગાં-સંબંધીઓ હૈયાંફાટ રૂદન કરતા હતા.અરવલ્લી જીલ્લા પંચાયત,સદસ્ય સુભાષભાઈ તબીયારએ જણાવ્યું હતું કે ભિલોડા તાલુકાના રામપુરી ગામના મુળ વતની ભરતભાઈ નાથુભાઈ તબીયાર,(આશરે ઉંમર વર્ષ-43) (સી.આર.પી.એફ જવાન) જમ્મુ કાશ્મીર રાજ્યના મુખ્ય પાટનગર શ્રીનગર ખાતે ફરજ બજાવતા જવાનનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું.
માં ભોમની રક્ષા કરવા માટે રામપુરી ગામના યુવાન સી.આર.પી.એફમાં વર્ષોથી જોડાયા હતા.મૃતક જવાનના પત્ની અને બે બાળકો સહિત પરીવારજનો ચોંધાર આંસુએ પોંક મુકીને કલ્પાંત કરતા હતા.રામપુરી ગામમાં ધેરો શોક છવાયો હતો.