નવી ગ્રામ પંચાયતની કમીટીમાં. ગતરોજ તા.૨૧/૧/૨૨ ને શુક્રવાર ના રોજ શુભ મુહૂર્તમાં જગાણા ગ્રામ પંચાયત કચેરીના સભાખંડ ખાતે અધ્યાસી અધિકારી પી.બી.ડામોર ચુંટણી અધિકારી પાલનપુર અને સરપંચ ના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી.તેમાં જયેશભાઇ ચૌધરી, મીનાબેન પટેલ ત.ક.મંત્રી ની હાજરીમાં ડે.સરપંચની ચુંટણી યોજાઈ હતી તેમાં હેટ્રિક નોંધવનાર હરેશભાઇ કરેણ નો ભવ્ય વિજય થયો હતો. અને વિજેતા જાહેર કર્યા હતા. નવનિયુક્ત સરપંચ અને ડે.સરપંચ અને સભ્યોને શુભેચ્છા પાઠવી આવકાર્યો હતા. આ પ્રસંગે પૂર્વ સભ્યો, ગામના વરિષ્ઠ નાગરિકો વિવિધ સમાજ ના આગેવાનો સહિત યુવાનો ,ગ્રામજનો,શુભેચ્છકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.જગાણા ગામના વિકાસની જવાબદારી સરપંચ ડે.સરપંચ ના શિરે વિકાસની ગતિ ને વેગ આપશે.વિકસિત ગણાતા જગાણા ગ્રામ પંચાયતમાં કાર્યભાર સંભાળ્યો.