પાટણ ખાતે યોજાનારા સંતશ્રી સદારામબાપાની પ્રતિમા અનાવરણ વિધિ કાર્યક્રમ ના આયોજન માટે ચાણસ્મા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી
જેમાં ચાણસ્મા તાલુકાના ઠાકોર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને પાટણ ખાતે આગામી ૩૦ મી ઓક્ટોબર ના રોજ યોજાનારા કાર્યક્રમ અંગેના આયોજન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ચાણસ્મા તાલુકાના ગામોમાંથી વધારેમાં વધારે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ અને ભાઈ બહેનો તેમજ અન્ય સમાજના ઉપસ્થિત રહે તે પ્રકારે ગામડાઓમાં જઈને લોકસંપર્ક કરવા માટે નું આયોજન કરાયું હતું આ બેઠકમાં રાજકીય અગ્રણી નંદાજી ઠાકોર વિનયસિંહ ઝાલા વિક્રમજી ઠાકોર.ડૉ મનોજ ઠાકોર. અનુજી ઠાકોર.. દશરથજી ઠાકોર. પ્રતાપજી ઠાકોર. છત્રજી ઠાકોર. ભાલુજી ઠાકોર. ગોવિદ સોલંકી. સરતાનજી ઠાકોર સહિત ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના અન્ય સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ