ચાણસ્મા શહેરી કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

0
4

રાજ્ય સરકાર દ્વારા લોકોને તેમના રોજ બરોજ સરકારી કામમાં ઉપયોગી પુરાવાઓની જરૂરિયાતો પૈકી રેશનીંગ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, અમૃતમ કાર્ડ, આધાર કાર્ડ સહિત આમ લોકોને એક જ સ્થળેથી તેમના સરકારી કાગળો મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને ચાણસ્માના શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ શારદાબા હોલ ખાતે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ચાણસ્મા શહેરમાં જે લોકો પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે અન્ય જરૂરી કાગળો નહોતા તેવા લોકોએ ચાણસ્મા ખાતે યોજાયેલા શહેરી કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં જઈને પોતાના સાધનિક કાગળો કરાવ્યા હતા. જેમાં મામલતદાર નીતિન કુમાર પાલ, તાલુકા વિકાસ અધિકારી યોગેશ ભાવસાર, નાયબ મામલતદાર ચંદ્રેશભાઇ, મદદનીશ ટી.ડી.ઓ. સુનિલ ઝાલા, આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ ચાણસ્મા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આમ જનતાની જરૂરી સેવા પૂરી પાડી હતી
રીપોટર કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here