આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્માના એન.સી.સી. યુનિટના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાણસ્મા થી મોઢેરા સાયકલ રેલીનું પ્રસ્થાન સંસ્થાના મંત્રીશ્રી નરેન્દ્રભાઈ કે.પટેલે કરાવ્યું.લોકજાગૃતિ માટે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત,શેરી નાટક,સૂત્રોચ્ચાર,વ્યાખ્યાન,સૂર્યમંદિર દર્શન જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા.
આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતાં ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલે કહ્યું કે આઝાદીના આ 75 વર્ષનું પર્વ-આઝાદીનો અમૃત મહોત્સવ એક એવું પર્વ બનવા જઈ રહ્યું છે કે જેમાં આઝાદીના સંગ્રામની ભાવના હોય અને તેના ત્યાગનો સાક્ષાત અનુભવ પણ હોય.એમાં દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પણ હોય અને તેમના સપનાનું ભારત બનાવવાનો સંકલ્પ પણ હોય.તેમાં સનાતન ભારતની અસ્મિતા અને ગૌરવની ઝલક પણ હોય અને તેમાં આધુનિક ભારતની છબી પણ હોય.એમાં ઋષીઓના અધ્યાત્મનો પ્રકાશ પણ હોય અને આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સામર્થ્યનું દર્શન પણ હોય.આ આયોજન આપણી 75 વર્ષની સિદ્ધિ ઓને દુનિયાની સામે રાખવાનો તથા અને હવે પછીના 25 વર્ષ માટે આપણે એક રૂપરેખા અને સંકલ્પ પણ રજૂ કરીશું, કારણ કે 2047 માં જ્યારે આપણે આઝાદીની શતાબ્દી મનાવીશું ત્યારે આપણે ક્યાં હોઈશું. દુનિયામાં આપણું સ્થાન ક્યાં હશે.ભારતને આપણે ક્યાં સુધી લઈ જઈ શકીશું.આઝાદી માટે વિતાવેલા 75 વર્ષ અને આઝાદીનો જંગ આપણને પ્રેરણા પૂરી પાડશે.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ મંત્રશ્રી રજનીભાઈ પટેલ,સંસ્થાના મંત્રીશ્રી મુકેશભાઈ જે.પટેલ,મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મયુરભાઈ પટેલ,ચાણસ્મા તાલુકા પંચાયત સદસ્યશ્રી ભરતભાઈ પટેલ,કોલેજના આચાર્ય ડો.આર.એન.
દેસાઈ,એન.સી.સી. લેફ્ટનન્ટ ડો.એચ.એન. મૂલાણી,એન.એસ.એસ.પ્રોગ્રામ ઑફિસર ડો.જે.વી.પટેલ,ડો.કે.બી.
પટેલ,અધ્યાપકશ્રીઓ અને સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ