ચાણસ્મા નગરપાલિકાને સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવી

0
12

આજરોજ ચાણસ્મા નગરપાલિકાની અંદર 12 કેમેરા લગાવીને તમામ કેમેરાનું ડીવીઆર અને મોનિટરિંગ કરતું ટીવી ચીફ ઓફિસરના રૂમમાં લગાવવામાં આવ્યું છે

જેનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પટેલ ઉર્ફે ભગતભાઈ એ કર્યું હતું એમને જણાવ્યું હતું કે 14 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી આ સીસીટીવી લગાવવામાં આવ્યા છે

આ સીસીટીવી લગાવવાથી એટલો ફાયદો થશે તે કોઈ કર્મચારી પોતાનું કાર્ય નહીં કરતો હોય તો ચીફ ઓફિસરની નજરમાં તરત આવી જશે અને દરેક કર્મચારી સીસીટીવીની નજરમાં સતત રહ્યા કરશે બહારની સાઈડ એ જે બે કેમેરા લગાવ્યા છે એના કવરેજમાં જેટલો વિસ્તાર આવતો હશે તે વિસ્તારને પણ ઘણો ફાયદો થશે કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો હશે એ ઘટના પણ આ કેમેરામાં કેદ થઈ જશે આમ સીસીટીવી કેમેરા લગાવવાથી નગરપાલિકા અને નગરપાલિકાની આજુબાજુ નો વિસ્તાર સુરક્ષિત થયો છે
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here