
ચાણસ્મા ખાતે આવેલ સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ની અંદર આવેલ તાલુકા હેલ્થ ઓફિસની અંદર ઇન્ચાર્જ તરીકે નવા આવેલા તાલુકા હેલ્થ ઓફિસર નું સાલ તેમજ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું
પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આજરોજ ચાણસ્મા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિક્રમ જે સોલંકી નીઇન્ચાર્જ નિમણૂક થતાં આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર શ્રી દ્વારા શુભેચ્છા મુલાકાત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર જગદીશભાઈ, તાલુકા હેલ્થ વિઝિટર અલકાબેન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હર્ષદભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ પટેલ, રાજેશભાઈ,જયેશભાઈ મકવાણા તેમજ હર્ષદભાઈ પટેલ હાજર રહી નવનિયુક્ત હેલ્થ ઓફિસર નું સન્માન કર્યું હતું