પાટણ…ચાણસ્મા
અગાઉ બે માસ પહેલા ચાણસ્મા ના ખોરસમ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી તેને લઇ હત્યારાઓને શોધી પાડતી ચાણસ્મા પોલીસ….
અગાઉ પાંચ ડિસેમ્બરના રોજ ખોરસમ નજીક આવેલી નર્મદા કેનાલની અંદરથી એક યુવકની છકડા રિક્ષા સાથે ની લાશ મળી આવી હતી જે અનુસંધાને ચાણસ્મા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી…..
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવક હારીજ તાલુકાના ચાબખા ગામ નો હમીરજી ઠાકોર હોવાનું માલુમ પડ્યું હતું જેનું પી.એમ .કરી લાશ વાલીવારસોને સોંપવામાં આવી હતી …
ત્યારબાદ યુવકના અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચાણસ્મા પોલીસ ના પીઆઇ આર એમ વસાવા સાહેબ દ્વારા કરવામાં આવી હતી ક્યારે પોલીસ દ્વારા વધુ દિશામાં આગળ વધતા જાણકારી મળી હતી કે મરણ જણા યુવકને ગામની અંદર જ આડા સંબંધ હોય તે દિશામાં તપાસ કરતા શંકાસ્પદ યુવકો નારણજી ઉર્ફે લાલાજી ઠાકોર, વિનેશ જી ઉર્ફે બલાજી કુરશી જી ઠાકોર, સંજય જી કુરશી જી ઠાકોર, અજીત જી ગગજી પરાગજી ઠાકોર, પકો ઉર્ફે પ્રકાશજી લગધીરજી ઠાકોર, રહે રાવિન્દ્રા તાલુકો હારીજ જિલ્લો પાટણ તેમજ સુધીર જી ઉર્ફે પકો કુરશી જી ઠાકોર રહે ધુણીયા વાસ હારીજ સહિતની અટકાયત કરી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પી.આઈ. આર એમ વસાવા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું ..
રીપોટર. કમલેશ પટેલ. પાટણ
.