સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ વિવિધ સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારાજરૂરિયાતમંદ માણસોને તેમજ દિવ્યાંગોને મદદ કરતા હોય છે ત્યારે આજરોજ ચાણસ્મા ખાતે પણ આવી જ રીતે વિકલાંગ મહિલાને મદદ કરતાં જોઈ સૌ લોકોને આંખોમાં આંસુ આવી ગયા હતા
ચાણસ્મા શહેરમાં છેલ્લા ત્રણ-ચાર માસથી વિકલાંગ મહિલા પટેલ મીનાબેન ચમનભાઈ રહે સેઢાલ તાલુકો ચાણસ્મા વાળા પોતાના બંને પગ વિકલાંગ હઈ બજારમાં ચાલતા ચાલતા ત્રણ-ચાર માસથી સેવાભાવી લોકો ના આંખે આવતા તેઓએ આજરોજ બહેન ને બોલાવી વિલચેર તેમજ રોકડ રકમ આપી બહેનને આશ્વાસન આપ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે બહેનના પરિવારમાં પોતાના માતા સાથે રહે છે તેમજ બહેન દ્વારા વિકલાંગ હોવા છતાં આઇ,ટી,આઇ તેમજ કમ્પ્યૂટરનો કોર્સ કરેલ છે જ્યારે પોતાનું મકાન ન હોવાના કારણે સેઢાલ ગામમાં રૂપિયા ૨૦૦ના ભાડા પેટે રહે છે ત્યારે આ લોકોને પરિસ્થિતિ જોતા ચાણસ્માના સેવાભાવી લોકો ભાવસાર સુરેશભાઈ, દિલીપભાઈ સુખડિયા, પટેલ ચંદ્રકાંતભાઈ ઉપસ્થિત રહી બેન શ્રી વિલચેર તેમજ રોકડ રકમ આપી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રીપોટર.કમલેશ પટેલ. પાટણ