
ચાણસ્મા ની અંદર ઘણા સમયથી કોરોના ના કેસમાં ઘણો ઘટાડો આવ્યો છે. પરંતુ લોકો પોતાના બેંક ના વ્યવહાર માટે બેંકમાંથી નાણાં ઉપાડવા અને નાણા ભરવા બેંક માં આવવાનું ચાલુ કર્યું છે.
પરંતુ આજરોજ અમારા પત્રકારે એ બેંકની રિયાલિટી ચેક કરવા ગયા તો ત્યાં સોશિયલ ડીસટન્ટનો અભાવ જોવા મળ્યો હતો.
ઘણા લોકો સીનીયર સીટીઝન હોવાના કારણે બેંક ની સીડી ચડી શકતા નથી , કારણકે આ બેંક લગભગ ૧૨ થી ૧૪ ફૂટ ઊંચી છે.
જેના કારણે સિનિયર સિટીઝન લોકોને સીડી ચડવા – ઉતારવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે.
સરકારે જાહેર કરેલું છે કે બેંક ની આજુબાજુ ગ્રાહકો ને બેસવાની વ્યવસ્થા મંડપ બાંધીને કરવાની તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવા નું જણાવેલ છે .પરંતુ અહીંયા તો ન કોઈ મંડપ જોવા મળે છે કે ન પીવાના પાણીની વ્યવસ્થા.
બેંક ઓફ બરોડા માં દેના બેંક નો પણ સમાવેશ કરી દીધેલો છે. જેના કારણે ગ્રાહકોની સંખ્યા પણ વધારો થયો છે. એ માટે આ બેંક ને નીચે લાવવાની ખાસ જરૂર છે જો બેંક ને નીચે લાવવામાં આવે તો સિનિયર સિટીઝન લોકોને બેન્કિંગ વ્યવહારમાં સગવડતા પડે અને પાર્કિંગ વારી મોટી જગ્યા હોય તો પોતાનું સાધન સારી રીતે પાર્ક કરી શકે.બેંક ના અધિકારીઓ એ સિનિયર સિટીઝન લોકોનું વિચારવું જોઈએ.
જો બેન્કનો કોઈ પણ ગ્રાહક આ સીડી ઉપરથી નીચે પડી જશે એ ઘાયલ થશે કે એનું મૃત્યુ થશે તો બેંક .ઓફ.બરોડા જવાબદારી લેશે ખરા ? બેંક ગ્રાહકને વળતર ચૂકવશે?
રીપોટર.કમલેશ પટેલ. પાટણ