શિયાળાની ઋતુમાં ઉતરાયણ પર્વ નજીક આવતાની સાથે જ વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સેવાકાર્ય કરતા લોકો દ્વારા શ્વાનો માટે લાડુ તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ ચાણસ્મા ખાતે પણ લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા
મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે ઉતરાણ પર્વ નિમિત્તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા લાડુ બનાવવામાં આવી રહ્યા છે જે અનુસંધાનેચાણસ્મા ખાતે જેકણદાસ ના માઢ ના સમસ્ત પરિવારજનો દ્વારા શ્વાનો માટે લાડુ બનાવવામાં આવ્યા હતા તેમજ સમગ્ર ચાણસ્મા શહેર ની અંદર આવેલ દરેક મોહલ્લા, પોળ તેમજ સોસાયટીઓમાં શ્વાનોને લાડુ મૂકી ધન્યતા અનુભવી હતી ,
અહેવાલ :. કમલેશ એમ.પટેલ