મહા સુદ આઠમ એટલે ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય આ દિવસે ચાણસ્મા ખાતે આવેલા સ્ટેશન રોડ વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસ ઉજવાશે આ વર્ષના દાતા સ્વર્ગસ્થ મણિલાલ રણછોડભાઈ પટેલ ઉર્ફે ધોળું પરિવાર તરફથી ઉજવવામાં આવશે તેમના સુપુત્ર પટેલ મુકેશકુમાર તરફથી આ ઉત્સવ ઉજવવામાં આવશે તે દિવસે માતાજીની આરતી શણગારીને લાવવાની હરિફાઈ રાખવામાં આવી છે રાત્રે ગરબાનો પ્રોગ્રામ પણ રાખવાનો આવેલ છે સ્ટેશન વિસ્તારના ખોડિયાર માતાજીનું મંદિર ચાણસ્મા ખાતે જૂનામાં જૂનું મંદિર કહેવાય છે તેનો વહીવટ પટેલ પરસોતમભાઈ કરે છે આઠમના દિવસે માતાજી નો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાસે
રીપોટર. કમલેશ પટેલ. પાટણ