ચાણસ્મા કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

0
6


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ચાણસ્માના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટના ઉપક્રમે તારીખ : 25 જાન્યુઆરી 2022 ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે વ્યાખ્યાન, રેલી,સૂત્રોચ્ચાર, પ્રતિજ્ઞાવાંચન અને જૂથચર્ચા જેવા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા.આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલે કહ્યું કે 25 જાન્યુઆરી એ ભારતીય ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન માટે જાગૃત કરવા,પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કાર્યક્રમના મુખ્યવક્તા અને ગૃહવિજ્ઞાન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.વર્ષાબેન સી.પટેલે કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે આ મહાપર્વ ની ઉજવણી કરવી જોઇએ. મત આપવો એ આપણી ફરજ છે, બદલામાં કશું લેવું એ કરજ છે. મતદાન એ રાષ્ટ્રસેવાનો જ એક પ્રકાર છે. મતદાનનું પૂણ્ય તીર્થયાત્રાના પૂણ્ય જેટલું જ છે. મતદાન જ લોકશાહીને જીવંત રાખે છે. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો.રોહિતકુમાર એન.દેસાઈ,સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડો.વી.એસ.રાજ, ડો.બી.પી.પટેલ,ડો.આર.
એમ.વર્મા,અઘ્યાપકશ્રીઓ અને સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here