આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે દેશની આઝાદીના 75 મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ભારત સરકારે દેશના નાગરિકોને 1 થી 7 ફેબ્રુઆરી 2022 દરમ્યાન 75 કરોડ સૂર્ય નમસ્કાર કરવાનું આહવાન કરેલ.
આ કાર્યક્રમ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોને 25 લાખ સૂર્ય નમસ્કાર કરવાનો લક્ષાંક આપેલ.જેના અનુસંધાનમાં તારીખ 4 ફેબ્રુઆરી 2022 ના રોજ કોલેજના આચાર્યશ્રી ડો.રોહિતકુમાર એન.દેસાઈની પ્રેરણાથી અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને સર્વ વિદ્યાર્થીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા.આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલે સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવી મંત્રોચ્ચાર સાથે સૂર્ય નમસ્કાર કરાવ્યા. કાર્યક્રમનું સુંદર આયોજન રમતગમતના એસો.પ્રોફેસર ડો.કે.બી.પટેલે,એન.સી.સી.ના લેફ્ટનન્ટ ડો.એચ. એસ.મૂળાણીએ કર્યું.
પ્રેસ રિપોર્ટર : ડો.જિતેન્દ્રકુમાર પટેલ
મહેસાણા