ચાણસ્મા પંથક સહિત સમાજમાં પંથક સહિત આગવું ધરાવતા તેમજ મોટાભાઈના હુલામણા નામથી ઓળખાતા એવા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા વિવિધ રાજકીય પક્ષો તેમજ સ્નેહીજનો દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ રહી છે ત્યારે આજરોજ ઝીલીયા ગાંધી આશ્રમ ખાતે તેમના નિવાસસ્થાને કોંગ્રેસી નેતાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત યોજી હતી
ભારત દેશની અંદર ઉજવાતા પ્રજાસત્તાક દિવસના દિવસે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગાંધી આશ્રમના સ્થાપક આશ્રમ ના સ્થાપકતેમજ વિવિધ રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રે નામના ધરાવતા માલજીભાઈ દેસાઈની પદ્મશ્રી એવોર્ડ મળતા સમગ્ર પાટણ જિલ્લા સહિત ચાણસ્મા તાલુકાની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ત્યારે આજરોજ માલજીભાઈ દેસાઈની પદ્મશ્રી એવોર્ડ મળતા કોંગ્રેસ અગ્રણીઓ જેવા કે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, .. સિધ્ધપુર ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર. .પ્રેદેશ ડેલિકેટ દિનેશભાઈ ઠાકોર તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,, ચાણસ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ દેસાઇ, શહેર પ્રમુખ વરુણ ભાઈ વ્યાસ સહિતના હારીજ સમી તેમજ અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માલજી કાકાને શુભકામનાઓ પાઠવી હતી
રીપોટર. કમલેશ પટેલ. પાટણ